રિસાયેલા દંપતી
છોડી ગયો તું મુજને ઓ વાલમ
ના કેમ વળ્યો મુજને તું જોવા ઓ વાલમ...
એક શબ્દની તરસ હતી મુજને ઓ વાલમ
ના બોલી શક્યો માફીના
તું બે બોલ ઓ વાલમ........
દિકરી આપણી તરસતી એક પિતાના પ્રેમને
ના પૂરી કરી શક્યો તું એ ખોટ ઓ વાલમ...
સાંભળવાને તરસતી તારા બે બોલ હું
શું આજ હતો સાચો પ્રેમ તારો ઓ વાલમ?..
વિત્યા વરસને આંગણે આવ્યો તું મારા
ના બોલ્યો તું,કે ના બોલી હું ઓ વાલમ....
બસ બોલ્યા એ હૈયા આપણા ઓ વાલમ
જોઈ કાળજાનો કટકો આપણો દિકરી
માની ગઈ હું તારા મૌન એ શબ્દોથી વાલમ..
ઝૂરતી હતી તારા પ્રેમમાં છોડી ગયો જ્યારથી
દેખાડ્યું તે મુખડુંને ભીંજાઈ
તારા પ્રેમમાં ઓ વાલમ......
#જયશ્રીકૃષ્ણરાધેરાધે