Gujarati Quote in Quotes by Dhamak

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાત ખાસ સમજવા જેવી છે

ધારો કે તમે આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહ્યાં. બધાને ચા-નાસ્તો આપ્યો, જમવાનું બનાવ્યું, બધાનું ધ્યાન રાખ્યું.

પણ કોઈએ તમને એક વખત પણ પૂછ્યું નહીં કે તમે જમ્યાં કે નહીં!

હવે તમે આખો દિવસ એ વાતનું દુઃખ મનમાં રાખો તો તમારી પોતાની શાંતિ પણ જતી રહેશે.

સંદેશ એવો છે કે બીજાની અવગણનાથી તમારી પોતાની ખુશી છીનવાઈ ન જાય.

પણ યાદ રાખજો, તેનો અર્થ એ નથી કે કોઈ તમને સતત દુઃખ આપે તો ચૂપચાપ સહન જ કરવું.

યાદ રાખો તમે એકલા પણ ખુશ રહી શકો છો કોઈની જરૂર શું છે પણ તમે મનમાં માની લીધું છે કે હું એકલો કાંઈ નહીં કરી શકું કે હું એકલા ખુશ નહીં રહી શકું
એકવાર એકલા ખુશ રહેવાની ટ્રાય તો કરો....
(મારૂ માનો વધારે ખુશ રહેશો..😀.)
આ વાત સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે
હીના...(ઢમક)
😀😊

Gujarati Quotes by Dhamak : 112040757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now