હાથમાં કંગનનું સ્થાન કલમને આપું છું,
જાણે મારી આંતરિક શક્તિને શબ્દો આપું છું.
આંખોમાં કાજળનું સ્થાન ચશ્માને આપું છું,
જાણે મારાં સપનાંઓને નવી દૃષ્ટિ આપું છું.
ચહેરા પર શૃંગારને બદલે મધુર સ્મિત રાખું છું,
જાણે સાદગીને એક નવો જ આકાર આપું છું.
મનમાં રાગ-દ્વેષ ત્યજીને જિજ્ઞાસા જગાડું છું,
જાણે નવા વિચારોને એક સાચો પંથ આપું છું.
-નિધિ વાજા