Gujarati Quote in Blog by yeash shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલીક ઇચ્છાઓ  સ્વત: પૂરી થાય છે.
કેટલીક ઇચ્છાઓ લાયકાત ઘડવાથી પૂરી થાય છે.
કેટલીક ઇચ્છાઓ અધૂરી રહી જાય છે.

આ ત્રણેય સ્વાભાવિક વૃત્તિ છે.. જે પ્રકૃતિના ગુણો થી યુક્ત છે... અને પ્રકૃતિ પોતાના ગુણો વડે ચલાયમાન છે.. અને પ્રાણ વડે જીવંત છે. આ ત્રણેય બાબતો માં સુખી, દુઃખી, ચિંતિત, અનુગ્રહિત , પીડિત કે ગર્વીત થતા લોકો કર્તાભાવ થી અહમ ની ગતિ ને પામે છે.. અને કર્મના ફળ થી પ્રેરાઈ ગતિ કરે છે..

આ ત્રણેય વૃત્તિ સ્થિતપ્રજ્ઞ માં પણ હોય છે.. પણ આ વૃત્તિઓ નો ઉદય અને અસ્ત તેને શાંત રાખે છે... તે તૃપ્ત હોય છે.. ઇન્દ્રિયો ને વિષયો માં વિચરવા દેવા છત્તા તે અહમ થી કર્તા છે.. એવી ધારણા થી મુક્ત રહી ને નિત્ય પ્રાણ સ્વરૂપ સાથે તારતમ્ય રાખે છે.. એ જ યોગી છે.

એટલે જો રોજબરોજ ના જીવનમાં આપ સુખી, દુઃખી, ચિંતિત, અનુગ્રહિત , પીડિત કે ગર્વીત થાવ છો , તો આપ અહમ માં જીવો છો. આપને અસ્થાયી ભાવો અને વિચારો ના ઝટકા નડે છે. યોગી રોજબરોજ ના જીવન માં ફક્ત સંતોષી, શાંત અને પ્રસન્ન રહે છે.

Gujarati Blog by yeash shah : 112039782

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now