ઈશ્વર, તારો ખૂબ ખૂબ આભાર.
પહેલા તો લાગ્યુ કે આપ્યું શાને તે મને દુઃખ,
પણ સમજાયું કે એતો મારી આંખ ઉઘાડવાને માટે હતું,
જેમને હું સમજતી હતી મારા,
એતો ગણી ગયા પોબારા
દુઃખ વિશે જાણીને મારા,
કદાચ એમના બોલાયેલા શબ્દો
તે સાંભળ્યા હશે
મારી ગેરહાજરીમાં,
અને એટલેજ તે કર્યા હશે
દૂર એમને મારાથી
હવે નથી કોઈ અણગમો તારાથી,
ઓ ઇશ્વર તારો ખૂબ ખૂબ આભાર
માનું ઉપકાર આ ખરા દિલ મારાથી.