એકવાર જે વસ્તુ તૂટી જાય છે
તેને તમે પાછી જોડી નથી શકતા
જોડો તો પણ તેમાં તિરાડ રહી જાય
એવી જ રીતે કોઈનું મન ભાંગો
તો પછી તે પહેલા જેવું નથી રહેતું
જેમકે હીરો તૂટે તો તેને તમે
પાછું તેવું રૂપ નથી આપી શકતા
તેનો આકાર અને દેખાવ ફરી જાય છે
તે બીજું જ કંઈક બની જાય છે
સંબંધોનું પણ હીરા જેવું જ છે