હાસ્ય વ્યંગ
એક ટેબલ પર માં, દીકરો અને વહુ બેઠા હતા. દીકરાએ વહુ માટે ખર્ચો કર્યો એટલે મા ભડકી ગઈ: "બાયડી પાછળ શું કામ ફાલતુ પૈસા બગાડે છે?!"
દીકરો બોલ્યો: "મા, એ મારી પત્ની છે, પરણીને લાવ્યો છું તો ખર્ચો કરું એમાં શું ખોટું? બાકી મારા લગન જ શું કામ કરાવ્યા?" મા ચૂપ થઈ ગઈ.
એટલામાં માનો ફોન રણક્યો. સામેથી દીકરીએ કહ્યું: "મા, મેં તારા ખર્ચા માટે ૩૦૦૦ રૂપિયા મોકલ્યા છે."
મા ખુશ થઈને રોફથી બોલી: "જોયું! મારી દીકરીએ મને ૩૦૦૦ રૂપિયા મોકલ્યા છે!"
આ સાંભળીને દીકરો ઊભો થઈને વહુ પર ખીજાણો: "તને જરાય અક્કલ નથી? તારી માને કેમ ૩૦00 નથી મોકલતી?! વહુ ને કંઈ સમજાણું નહિ
(આના પરથી સમજાય છે આજકાલના છોકરો કેટલા સમજદાર થઈ ગયા છે)