ભરત અને નયના ની પ્રેમ કથા...
ભરત એકદમ શાંત, ઓછું બોલતો છોકરો. અને નયના - આખો દિવસ બબડાટ કર્યા કરે, હસ્યા કરે.
બંને એક જ સોસાયટીમાં રહે. નયના રોજ સાંજે અગાસી પર છોડને પાણી આપવા આવે, અને ભરત સામેની અગાસી પર પુસ્તક લઈને બેસે. જોવાનું બહાનું પુસ્તક, પણ નજર તો નયના પર જ હોય.
એક દિવસ નયના નો સફેદ દુપટ્ટો ઉડીને ભરતની અગાસીમાં પડ્યો. ભરત દુપટ્ટો લઈને નીચે ગયો. નયનાએ દુપટ્ટો લેતા કહ્યું - "આજે તો પાછો આપી દીધો, કાલે જો હું આવી પડું તો?"
ભરત પહેલી વાર હસ્યો અને બોલ્યો - "તો તને કાયમ માટે રાખી લઈશ."
ત્યારથી એમનો પ્રેમ શરૂ થયો. રાત્રે અગાસીની દીવાલ પર બેસીને વાતો, મમ્મી ના ખીજાવા છતાં છુપાઈને મળવું, અને નયના ની એક જીદ - "તું મને રોજ એક નવું નામ આપીશ."
ભરત રોજ નામ આપતો - ક્યારેક ગુસ્સાવાળી, ક્યારેક મારી ચા, ક્યારેક મારી દુનિયા.
એક દિવસ ભરતને નોકરી માટે સુરત જવાનું થયું. જતા પહેલા તેણે નયના ને એક નાનું બોક્સ આપ્યું. અંદર એક ચાવી હતી અને ચિઠ્ઠી હતી - "આ મારા ઘરની ચાવી છે. જ્યારે પાછો આવું, ત્યારે આ ઘર તારું જ હોય એવું ઈચ્છું છું."
બે વર્ષ પછી ભરત પાછો આવ્યો. નયના એ જ અગાસી પર ઊભી હતી, એ જ સફેદ દુપટ્ટામાં.
ભરતે પૂછ્યું નહીં, સીધું હાથ પકડી લીધો.
પ્રેમ ક્યારેક મોટા વાયદાઓ માં નથી હોતો, ભરત અને નયના જેમ - રોજ એક જ અગાસી, એક જ નજર અને એક જ દુપટ્ટામાં જ રહી જાય છે.