સાઇકોલોજી
પુરુષ અહંકારનું મનોવિજ્ઞાન એવું છે કે તે હંમેશાં વાઘણ જેવી સ્વતંત્ર અને કાબિલ સ્ત્રીને કાબૂમાં કરવા મથે છે, જેને કોઈ નમાવી ન શકે.
તેને જીતવાનો એવો અહંકાર હોય છે કે, "જોયું ને, મેં આને કેવી વસમાં કરી લીધી!" પણ તે સમજી નથી શકતો કે તે સ્ત્રીએ સંબંધ ખાતર સામેથી જતું કર્યું હોય છે.
આ દમન અને કાબૂમાં રાખવાની રમત ક્યાં સુધી ચાલે? જ્યારે પેલી સ્ત્રીની સહનશક્તિની હદ પૂરી થાય છે, ત્યારે સંબંધો કાયમ માટે તૂટી જાય છે. અથવા તો તેની સાથે તેના સંબંધ પહેલા જેવા રહેતા નથી,
પરંતુ જો એ જ વાઘણ જેવી સ્વતંત્ર સ્ત્રીને અહંકાર કે કાબૂમાં રાખવાને બદલે પ્રેમ, માન અને હૂંફથી હેન્ડલ કરવામાં આવે, તો તે જીવનભર વફાદાર બનીને કાયમ માટે તેની સાથે રહે છે.
હિના ઢમક