Gujarati Quote in Song by Pooja Vakharia

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાત્રિઓ કંઈ મેં વિતાવી આપના સહવાસમાં,
હે જીવનસાથી! ભલે તું દૂર હો કે પાસમાં.
રોજ એની મસ્ત લહેરોથી ઝૂલે અહીં ફૂલડાં,
જે પ્રબળ વંટોળિયો ફૂંકાય એના શ્વાસમાં.
આજ તો મારી કને યાદો સિવા કઈ પણ નથી,
એ સમય કેવો હતો! સ્વજનો હતા ચોપાસમાં.
ના તને! કોઈ કશી ફરિયાદ હું કરતી નથી,
ઝબકીને જાગી હતી કંઈ વાર તુજ આભાસમાં.
ચલ કથા કરીએ નિરાંતે,પાસ આવી બેસ તું,
કાળશાંતિ છે નિરવ આ કબ્ર ના આવાસમાં.
- પૂજા

Gujarati Song by Pooja Vakharia : 112038997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now