જ્યારથી કાનમાં તે કંઈ કીધું છે......!
સ્વસ્થ કરવા મન તમને સંભાળુ છુ , મારી હૂંફ તુ છે, ફુંક માર કે હટ કહે,.. હું નહી જવુ.. .
એના માટે હું નિર્જીવ છું ,એવું હવે લાગે , વિશ્વાસ કર્યો હતો , તો સાચો કે ખોટો થવાનો.....
મને આમ દૂર ધકેલી રહેલા તારા આચરણો, મારુ અસ્તિત્વ ઘરમાં શોધી રહ્યાં છે.
ક્યાં સાવ એકલી માનુ જાતને, છાનુ માનુ રડી લેવુ એમજ ને .
હશે તુ તારા કામમાં હમેશાં અટવાયેલો , પણ જીવનની અટવામણ મટાડવા મારા જેવુ કોઈ નહી મળે.
શોખ મારા મારી તને જીવાડ્યો છે, બધુ જતુ કરી હવે હાસકારો લેવો છે,
થાક પોતાના વ્યકતી સાથે પોતાના નિવાસ થાને બેસી ખાવો છે.
ભાન ભૂલી ગયેલા મનને મગજે કબજે કરી લીધું છે એણે જ્યારથી કાનમાં તે કંઈ કીધું છે.,....!!!!
#હર્ષિ ..... ખોવાયેલા સ્વપ્ન ની ડાયરી...#