લાગણીઓના સંબંધોના તાંતણે બંધાયા છે સહુ,
મૂકી મૈયર ની રૂડી માયા ને દીકરી બની સાસરે ચાલી વહુ...
એક આંખમાં સ્મૃતિઓની ભીનાશ,
ને બીજી આંખમાં સપનાઓની નવી આશ,
પારકું પારેવડું આંગણું સુનું કરી ઊડી જશે,
પિતાની લાડકવાયી નવા ઉંબરે,નવા રંગમાં ઢળાશે....
હૈયામાં સંકેલ્યા બાળપણાં ના સપના,
પારકી થાપણને તો કરવાના છે પારકાને પોતાના,
નવા સંબંધો બાંધવા કાજે,
ઓળંગવો પડશે મમતા કેરો ઊંબરો,
ભીની પાંપણે ઘણા શબ્દો સાજે,
પણ હૈયા નો એક શબ્દ રહી ગયો અધુરો .....
હૈયે વેદના ને મુખ પર સ્મિત,
સ્વીકારવી પડે છે કુદરતની આ રીત,
બે બે કુળ ને અજવાળવા આજે,
વીરની બેનડી બની છે સ્નેહની જ્યોત,
હસતા ચેહરે વિદાય લેતી દીકરીની કોણ જાણે વેદના?
નવા ખોરડે નવો માળો ગૂંથશે,
માવતરનાં ઉંબરા માટે હંમેશા જીવંત રહેશે એની સંવેદના ....
@all rights reserved
-Bhumitaba Rana