પ્રતીક્ષા એ પ્રેમના અધ્યાયનું સૌથી અઘરું પાનું છે,જ્યાં નસીબ શૂન્ય હોય છે અને આશા અનંત હોય છે,પણ જે પ્રેમમાં રાહ જોવાની હિંમત હોય,એ પ્રેમ સમયના અંત સુધી પણ ક્યારેય નથી ભૂંસાતો.
સાચો પ્રેમ ક્યારેય સરહદો નથી જોતો,
એ તો બસ સામેવાળાની ખુશી જુએ છે,
ભલે નસીબમાં મળવાનું લખ્યું હોય કે ન હોય,
પણ એ હૃદયના દરેક ધબકારામાં જીવે છે.
દુનિયા કહે છે કે જેને પ્રેમ કરો તેને મેળવી લો,
પણ મારું દિલ કહે છે કે જે ના મળે,
છતાં એને જ પ્રેમ કરતા રહેવું,
એ જ તો પ્રેમની અસલી વ્યાખ્યા છે…