મારી જિંદગીની કિતાબના દરેક પાના પર...
હું બસ તારા જ પ્રેમનો રંગ લગાવીશ..
એટલા સાચા અને પવિત્ર મન થી લખીશ તને ......
કે વાંચનાર વ્યક્તિ પણ પ્રેમનો અર્થ સમજી જશે..
એના દિલમાં એક અજીબ આતુરતા જાગશે,
કે બસ એક જ વાર તને સામે થી જોવાની ...
એ વ્યક્તિ બસ એ જ વિચારતો રહી જશે, કે...
આખરે કેવી ભાગ્યશાળી હશે એ વ્યક્તિ,
કે જેના માટે કોઈનું હદય આ હદ સુધી ધબકે છે...!!