ક્યારેક તારું મૌન અકળાવી મૂકે છે મને, ક્યારેક તારી વ્યસ્તતા રડાવી મૂકે છે મને, ક્યારેક તો લાગે છે કે..
તું મને સમજવા કરતાં મારી વાતો અવગણવામાં વધુ વ્યસ્ત રહે છે...
પણ એક વાત કહું એ બધી ફરિયાદો છત્તાં તારાં માટેનો જે મારો પ્રેમ છે ને એ ક્યાંય ઓછો નથી થયો. તારા માટે હ્રદયમાં જે લાગણીઓ નું ઘોડાપુર છે એમાં જરાય ઓટ નથી આવી.
તારા માટે ફરિયાદો છે મને અને સાચું કહું તો મારી એ ફરિયાદો જ સાબિત કરે છે કે તું મારા માટે કેટલી મહત્વની છે. કારણ કે ફરિયાદો તો ત્યાં જ થાય જ્યાં લાગણી ઊંડી હોય..
હા, ઘણી ફરિયાદો છે મને તારાથી પણ એનાં કરતાં પણ વધારે પ્રેમ, અડગ વિશ્વાસ છે મને તારા પ્રત્યે...