ગુલાબ જેવા એના ખીલતા ચેહરાથી સ્મિત એ વરસાવી ગયા, સ્મિત એણે વરસાવ્યું ને ભીંજાય અમે ગયાં...
મળ્યાં હતાં અવસરે અમે આમ જ અચાનક, જાણીતા એ થઈ ને અજાણ્યાં અમને કરી ગયા...
નજરથી એણે નજર મેળવી અને બે વાતો કહીં પછી નજર એ ફેરવી ગયા અને અમારી નજરમાં સમાય ગયા...
હવે તો આ ખાલી ખંડેરમાં એના પગલાં જ રહી ગયાં,
અવસર એ લઈ ગયા ને યાદોના એંધાણ અમને સોંપી ગયા...