તમને મેળવવાની ઇચ્છા આજે પણ છે,
પણ તમને પામવા માટે કોઈ જબરદસ્તી નથી.
તમે મારી સાથે રહો કે ના રહો,
તમારી ખુશીથી વધારે મારી માટે બીજું કશું જ નથી.
તમારી સાથે વિતાવેલી પળો નથી મારી પાસે,
પણ તમારી યાદો આખી જિંદગી માટે ઘણી છે.
દુનિયા ભલે કહે કે પ્રેમ ભૂલી જવાય છે, ❤️
અમને તો તમારી યાદ આજે પણ એટલી જ ગમે છે.
તમે દૂર છો, છતાં દિલની સૌથી નજીક છો,
કદાચ આ જ તો સાચા પ્રેમની નિશાની છે.
તમને પામવું નસીબમાં હોય કે ના હોય,
પણ તમને દિલથી ચાહવું હંમેશા મારા હાથમાં રહેશે…💞