અજાણી એ પ્રીતનો નશો
હવે બહુ ખાસ લાગે,
હું ખુદને ગોતું તોય, ભીતરે બસ
એનો જ શ્વાસ લાગે.
નથી મળ્યો એને છતાંય
એવો ઘેલો થયો છું હું,
કે જગત આખાના વહેવાર
હવે નકામા લાગે.
ભૂલી ગયો છું હું મારું જ ઠેકાણુ
ને અસ્તિત્વ આખેઆખું,
હવે તો હર એક અજાણ્યો પંથ
મને મારો જ વાસ લાગે.
હું ક્યાં લખું છું હવે?
આ અક્ષરો તો બસ બહાનું છે,
મારી કલમ ની શ્યાહી માં બસ
એનો જ રંગ લાગે!..