ઘરની જવાબદારી નિભાવતા નિભાવતા ક્યારેક સ્ત્રી પોતાને જ ભૂલી જાય છે… 💔 બધાની જરૂરિયાત યાદ રહે છે, પણ પોતાની જરૂરિયાત ક્યાંક પાછળ રહી જાય છે. બધાના ચહેરા પર સ્મિત રહે એનું ધ્યાન રાખે છે, પણ પોતાના મનમાં કેટલું દુઃખ છે એ પૂછનાર કોઈ નથી હોતું… 🥀 ક્યારેક એને પણ મન થાય છે કે કોઈ એની પાસે બેસે અને પૂછે— “તને ખરેખર શું જોઈએ છે?” પણ એ પણ શું કહે… વર્ષોથી બધાને સંભાળતા સંભાળતા એને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું જ ભૂલી ગયું છે. જવાબદારીઓ પૂરી કરતી કરતી ક્યારેક સ્ત્રી પોતાનું જ જીવન અધૂરું જીવી જાય છે...