ભગવાન દરેક ને કોઈ ને કોઈ એવા વ્યકિત સાથે જરૂર મળાવે છે જેનું આવવું માત્ર મુલાકાત જ નથી હોતી પણ આખી જિંદગીનો વળાંક બની જાય છે.
એ વ્યક્તિ તમને હસતાં શીખવે છે, તૂટેલા મનને ફરીથી જીવતાં શીખવે છે અને અંધકારમાં પણ આશાનો દીવો પ્રગટાવે છે..
કેટલાક લોકો લોહીના સંબંધથી નહીં પણ દિલના સંબંઘથી પોતાના બની જાય છે, એમનો એક સાથ, એક વિશ્વાસ અને એક હિંમતભર્યો શબ્દ તમારી જિંદગી બદલી નાખે છે. પછી દુનિયા ભલે સામે ઊભી રહે, પણ એ વ્યક્તિનો સાથ હોય તો ગમે તેટલી મોટી મુશ્કેલી સાવ નાની લાગે ..
યાદ રાખજો..
ભગવાન જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ને તમારી જિંદગીમાં મોકલે છે ત્યારે એને ઓળખતા શીખજો. કારણકે દરેક વ્યક્તિ કિસ્મતમાં નથી હોતી કેટલીક મુલાકાતો આખી જિંદગીનું નસીબ બદલી દેતી હોય છે...