સ્ત્રીનો પ્રેમ મેળવવો સહેલો છે,
પણ એને સાચવી રાખવો બહુ મુશ્કેલ છે… ❤️
સ્ત્રી જ્યારે પ્રેમ કરે છે ને,
ત્યારે માત્ર તમારી સાથે નથી રહેતી…
એ તમારી ખુશીમાં પોતાની ખુશી શોધે છે,
તમારા દુઃખમાં પોતાનું દુઃખ અનુભવે છે,
અને તમારી સફળતામાં પોતાનું ગૌરવ જુએ છે.
એને મોંઘી ભેટો કરતાં સાચો સમય,
મોટા વાયદાઓ કરતાં નિષ્ઠા,
અને હજારો શબ્દો કરતાં સાચો સાથ વધારે ગમે છે.
પણ યાદ રાખજો…
સ્ત્રીનો પ્રેમ જ્યારે વારંવાર અવગણવામાં આવે,
વિશ્વાસ જ્યારે વારંવાર તૂટે,
અને લાગણીઓને જ્યારે વારંવાર ઠેસ પહોંચે…
ત્યારે એ ઝઘડો નથી કરતી,
ધીમે ધીમે દૂર થવા લાગે છે.
અને જે સ્ત્રી એકવાર દિલથી દૂર થઈ જાય,
એને પાછી લાવવી
કદાચ દુનિયાની સૌથી મુશ્કેલ બાબત છે…!
કારણ કે સ્ત્રીનો પ્રેમ મળે ત્યારે એની કદર કરજો,
ખોવાઈ જાય પછી અફસોસ કરવાનો કોઈ અર્થ નથી...