લાગણીશીલ વ્યક્તિ:-
એ વધુ લાગણીશીલ થઈ જાય છે,
નાની વાતને પણ દિલમાં લઈ જાય છે.
જ્યાં બીજા હસીને ભૂલી જાય છે,
ત્યાં એ આખી રાત વિચારી જાય છે.
એનો પ્રેમ પણ ઊંડો,
ને એનો ગુસ્સો પણ ઊંડો,
જેને ચાહે છે, એને દિલથી ચાહે છે,
એટલે જ તો જલ્દી ઘવાઈ જાય છે.
એને સમજાવવી અઘરી નથી,
બસ થોડું સાંભળી લેવાની છે,
એને શબ્દો નથી જોઈતા,
બસ લાગણીને ઓળખી લેવાની છે.
લાગણીશીલ હોવું એ નબળાઈ નથી,
એ તો જીવંત હૃદયની સાબિતી છે.