“માળા હાથમાં, રામ હૃદયમાં?”
હાથમાં રામની માળા લઈને,
આખા ગામમાં દંભના ડંખ મારતા ફરે છે…
સગા બનીને સગાના જ ઘર ભંગાવે છે,
સંબંધોમાં ઝેર ઘોળે છે,
અને પછી કહે છે—
“હું તો ભક્તિ કરું છું…” 🙏
રામનું નામ જીભ પર રાખવાથી
કોઈ રામભક્ત નથી બની જતું…
ભક્તિ તો ત્યારે કહેવાય,
જ્યારે તમારા કારણે કોઈનું ઘર ન તૂટે,
કોઈનો સંબંધ ન બગડે
અને કોઈના હૃદયને દુઃખ ન પહોંચે.
માળા હાથમાં રાખવી સહેલી છે,
પણ રામને હૃદયમાં રાખવા માટે મન પણ સાફ હોવું જોઈએ. 🪷
✍️ લેખિકા : ગોસ્વામી દિવ્યા
🌸 ઉપનામ : ‘મધુ’