English Quote in Religious by Jigar Ashok Pandya

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાનકડું છમકલું:

શીર્ષક: - ગોદભરાઈ ( હું એ ને તું)

હું અને તું હતા અત્યાર સુધી,
હવે સમીકરણો ફરીથી બદલાશે...
હું એ ને તું,
હવે આપણે થઈશું.

મા અને બાળકનો સંબંધ નવ મહિનાથી વધુ જૂનો હોય છે, એવું લોકો કહે છે.
સાચી વાત છે... કારણ કે મા પોતાના બાળકને નવ મહિના પેટમાં રાખે છે.

પણ પિતાનો સંબંધ પણ એટલો જ જૂનો હોય છે,
કારણ કે એ નવ મહિના બાળકને પોતાની આંખોમાં નહીં,
પણ પોતાના વિચારોમાં લઈને ચાલે છે.

કેટકેટલાં હિસાબો કરે છે,
કેટકેટલાં આર્થિક જોડાણો ગોઠવે છે,
અને આવનારા જીવનને ધ્યાનમાં રાખીને જીવતો રહે છે.

આજ સુધી બધું અડધું-અડધું વહેંચાતું હતું,
પણ હવે એમાંથી પણ અડધો ભાગ વહેંચવાનો આવશે.

કબાટની આ અડધી-અડધી જગ્યામાંથી
હવે માત્ર અડધી જગ્યામાં જ
અમારા બંનેનું રાજ ચાલશે.

કપડાં સૂકવવાની તાર પર પણ
હવે થોડી જગ્યા છોડવી પડશે.

વરસાદ તો જતો રહેશે,
પણ પલંગ પર ભીનાશ વર્ષ એક વર્તાશે જ.

સંગીતની સરગમ આવડે કે ન આવડે,
હવે હાલરડાં તો રોજ ગવાશે...

કારણ કે હવે
હું અને તું નહીં...
આપણે ત્રણ થઈશું.


✍🏻જિગર અશોક પંડ્યા

English Religious by Jigar Ashok Pandya : 112037116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now