આટલી ઉંમર ગુમાવ્યા પછી હવે સમજાયું કે,
સ્વાર્થી હોવું હંમેશા ખરાબ નથી હોતું.
મોટા થવું એટલે આદરણીય થઈ જવું એવું નથી હોતું;
ઉંમર તો મૂર્ખો કે ગધેડાઓની પણ વધે છે.
જ્યારે વાત પોતાની ગરિમાની હોય ત્યારે
સ્વાભિમાની હોવું એ સ્વાર્થ નથી,
દરેક ખોટી વાત સહન કરી લેવી એ સંસ્કાર નથી,
ક્યારેક-ક્યારેક એ પોતાની જાત પ્રત્યે અન્યાય હોય છે.
અને સામેવાળા વ્યક્તિને વધારે ખોટું કરવાની
છૂટ આપવા બરાબર હોય છે. કારણ કે..
સહનશીલતા અને સંસ્કાર વચ્ચે ફરક હોય છે.
-જીજીવીષા