એકવાર મળી જા...
એકવાર મળી જા, કહેવું છે જિંદગી કેવી છે,
હોઠો પર હાસ્ય છે, પણ આંખોમાં નમી કેવી છે...
બધાને કહું છું, “હું ખુશ છું, મજામાં છું,”
તું પૂછજે દિલથી, પછી કહું તને મારી ખુશી કેવી છે...
રોજ કેટલાંય લોકો મળે છે રસ્તામાં,
પણ કોઈ પૂછતું નથી કે અંદરથી હું તૂટી કેવી છે...
જવાબદારીઓના ભાર નીચે દબાઈ ગઈ છું હું,
પોતાના જ સપનાઓથી આજે આ દૂરી કેવી છે...
ક્યારેક મન થાય છે બધું છોડીને રડી લઉં,
પણ આ દુનિયાને મારી આંખોની મજબૂરી ક્યાં દેખાય છે...
એકવાર મારી પાસે બેસજે, કશું પૂછતો નહીં,
મારી આંખો વાંચી લેજે—કહી દેશે જિંદગી કેવી છે...
લેખિકા : ગોસ્વામી દિવ્યા
ઉપનામ : ‘મધુ’