આપણા જીવનમાં જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે આપણને એ થયા પાછળ નું દુઃખ કે ખુશી હોય શકે છે કારણ કે મનુષ્ય ની ઈચ્છા "અનંત"છે જે થાય છે એ બધું એના પક્ષમાં નથી હોતું.પરંતુ, એ માનવું રહ્યું કે એ જ ઘટના બીજા કોઈ "પરીણામ"સાથે જોડાયેલી હશે.અને એનું ભાન જ્યારે થાય છે, ત્યારે જઈને તમે એ સ્વીકારવા પર મજબૂર થઈ જાઓ છો કે જે થયું બરાબર થયું..અને એ અનુભૂતિ તમારી ભૂતકાળની બધી "ઝંખના" પૂર્ણ કરી દે છે..