Gujarati Quote in Good Morning by Shailesh Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈપણ વ્યક્તિના જીવનમાં,
સુખ અને શાંતિ
બે પ્રકારથી આવે છે.
એક - પરસેવો પાડીને
અને
બે - પર સેવા કરીને
અહીં સેવાનો અર્થ માત્ર સેવા નહીં,
પરંતુ એની સાથે-સાથે,
જે આપણા છે,
જે આપણા માટે કામ કરે છે,
જે આપણા વતી કામ કરે છે,
અથવા તો આપણે જેનાં માટે કામ કરીએ છીએ,
એનું દિલ જીતીને.
હા અહીંયા સેવાનો થોડો અર્થ બદલાઈ જાય છે,
જેને આપણે
આપણી ફરજ કે
આપણી જવાબદારી એવું નામ આપી શકીએ.
બાકી જેને નથી મહેનત કરવી,
કે પછી
જેને નથી પુરી ઈમાનદારીથી
પોતાની ફરજ કે જવાબદારીઓ નિભાવવી,
આ પ્રકારના લોકો જ,
ભલે જાણી જોઈને, કે પછી
અજાણતા, પરંતુ તેઓ
પોતાના સુખ અને શાંતિથી
આજીવન,
વંચિત જ રહેતા હોય છે.

Gujarati Good Morning by Shailesh Joshi : 112035781
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now