Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ ને ભેરુ રમવા સાથે નુ સાદ નથી,
છેલ્લે ક્યારે ભેગા રમ્યા એની પણ યાદ નથી.
એકબીજા વચ્ચે ક્યારેય કોઈ વાદ નથી,
નાનકડી વાતનો પણ કોઈ વિખવાદ નથી.

દિલમાં કોઈ ગુસ્સો કે મનમાં ફરિયાદ નથી,
દૂર થયા છીએ, પણ મિત્રતામાં કોઈ બરબાદ નથી.
સમય નથી એવું કહી લાંબો સંવાદ નથી,
પણ મનમાં તારી દોસ્તીની કોઈ ઘટાડ નથી.

ક્યારેક રોજ મળતા, હવે મળવાનો વારો નથી,
હાસ્ય તો એ જ છે, બસ સાથે બેસવાનો સહારો નથી.
જીવનની દોડમાં મળવાનો સમયનો સાથ નથી,
પણ સાચી મિત્રતાને અંત ક્યારેય આવતો નથી.

ફરી ક્યારેક મળશે, એવી દિલમાં આશા છે,
જૂના દિવસોની આજે પણ એટલી જ ભાષા છે.
સમય ભલે બદલાય, સંબંધમાં કોઈ ફેરફાર નથી,
કહે નર સાચા ભેરુ માટે દિલમાં ક્યારેય ઇનકાર નથી.

Gujarati Poem by Naranji Jadeja : 112035779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now