એ પાંખો ફફડાવીને ઉડી ગયો, તોય એક અહેસાસ મૂકી ગયો,મારી હથેળીમાં એ પોતાના પ્રેમનો એક નાનો ઈતિહાસ મૂકી ગયો.જેની માયામાં મારું આખું દિલ રાત-દિવસ ખોવાયેલું રહેતું હતું,એ પંખી આજે જતા-જતા, પોતાની યાદનું આ સુંદર પીંછું મૂકી ગયો.આ પીંછું નથી, આ એના નિઃસ્વાર્થ પ્રેમની નાની અમથી નિશાની છે,એ ભલે આકાશમાં મુક્ત થયો, પણ આ ઘરમાં એની એક મીઠી કહાની છે.તારી બહુ યાદ આવે છે મારા વહાલા દોસ્ત,પણ આ પીંછું સદા મારા દિલની સૌથી નજીક રહેશે!✨ Mithu ❤️ Meeta Thakor ✨