Gujarati Quote in Motivational by GIRLy Quotes

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેને તમારી જોડે વાત કરવી હશે એ કોઈ ને કોઈ ટોપીક શોધી જ લેશે.
- જેને તમે ગમતા હશો એ ગમે તેમ કરીને તમને જોઈ જ લેશે.
- જે તમને મળવા માંગતું હશે એ તમારું સરનામું જાણી જ લેશે.
- જે તમને પ્રેમ કરતું હશે તે સીધી નહીં તો આડકતરી રીતે એકથી વધુ વાર પ્રેમ વ્યક્ત કરશે જ.

કોઈ એટલું વ્યસ્ત નથી હોતું, કોઈ એટલું અંતર્મુખ (ઈન્ટ્રોવર્ટ) નથી હોતું, કે કોઈ એટલું મજબૂર નથી હોતું કે આટલું ન કરી શકે. તેથી હે શિષ્યો, રિસ્પોન્સ ન આપતાં હોય તેવાં વ્યક્તિઓ માટે તમે જાતે ને જાતે બનાવેલાં બહાનાં આપવાનું બંધ કરો.

- એવાં લોકો સાથે વાત કરો જેમને તમારી જોડે વાત કરવામાં મોજ પડે છે.
- એવાં લોકોને પસંદ કરો જે તમરો ચહેરો જોવા માટે ઉત્સુક છે.
- એવાં લોકોને મળો જે તમને મળવા બેતાબ છે.
- એવાં લોકોને સમય આપો જે તમને ચાહે છે.

બાકી, અઘરાં લોકોને ઈમ્પ્રેસ કરવામાં, પટાવવામાં, અને રાહ જોવામાં કિમતી લોકો હાથમાંથી જતાં રહેશે..

Gujarati Motivational by GIRLy Quotes : 112035513
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now