દ્વારિકાના રાજા છે,
ગોકુળના બાળક છે,
ગાયોનાં રખવાળા છે,
સુદામાના મિત્ર છે,
અને નાજુક એમનું ચરિત્ર છે,
એવા શ્રીકૃષ્ણ મારા મિત્ર છે,
મોરપંખને ધારણ કરનાર છે,
રાધાના નાથ છે,
કંસના કાળ છે,
ને, માં યશોદાના બાળ છે,
અર્જુનના સારથી છે,
ભગવદગીતા રચવનાર છે,
માખણ ચોરી કરનાર છે,
અને સંસારના તારણહાર છે,
જગતના છત્ર છે,
અને શ્રીકૃષ્ણ મારા મિત્ર છે...