⚔️ શૌર્ય અને ગૌરવવંતી શૈલી
સોરઠ પર લગભગ ૬૦૦ વર્ષ સુધી શાસન કરનાર ચૂડાસમા વંશના મૂળિયાં ભગવાન કૃષ્ણના યદુવંશમાં છે, શું તમે જાણો છો?
ચૂડાસમા વંશના સ્થાપક ચંદ્રચૂડ અથવા ચૂડાચંદ્ર મૂળ સિંધના સમા વંશના હતા. સમા વંશનો વંશવેલો શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે, તેથી ચૂડાસમા વંશ પણ યદુવંશી એટલે કે ભગવાન કૃષ્ણના વંશજો જ છે.
ઈસવીસન ૮૭૫ ની આસપાસ સિંધના સમા વંશના ચંદ્રચૂડ સોરઠ વંથલી આવીને પોતાના મામાની ગાદીએ બેઠા હતા અને તેમના વંશજો ચૂડાસમા તરીકે કહેવાયા. વંથલી એ વખતે વંસસ્થલી તરીકે જાણીતું હતું.
ચંદ્રચૂડ કે ચંદ્રચૂરનું મૂળ નામ 'ચૂડા' હતું અને તેની સાથે તેના સમા વંશનું નામ જોડાતાં તેનો વંશ ચૂડાસમા તરીકે પ્રસિદ્ધ થયો.
ચંદ્રચૂડના પુત્ર મૂળરાજે રાજ્યનો વિસ્તાર વધાર્યો અને ચૂડાસમા વંશને મજબૂત બનાવ્યો. મૂળરાજના પુત્ર વિશ્વવરાહ પછી સત્તામાં આવેલા વિશ્વવરાહના પુત્ર રહા ગરે સૌરાષ્ટ્રનો મોટો ભાગ જીતી જઈને ચૂડાસમા વંશની આણ વર્તાવી.
રહા ઘરને ઘારિયો પણ કહેવાય છે, જ્યારે જૈન લેખકો તેને ગ્રહરિપુ તરીકે ઓળખે છે.