---
લોકસત્તા
ધર્મસત્તા અને રાજસત્તા,
એકબીજા સાથે મળીને,
લોકસત્તા ને છિન્�-ભીન
કરી રહ્યા છે.
રાજસત્તા બરકરાર રાખવા,
ધર્મસત્તાનો ઉપયોગ કરી રહેલા,
લોકસત્તાને નજરઅંદાજ
કરી રહ્યા છે.
આમ જ ચાલે આ સત્તાના હવન,
જો લાગે પવન,
તો ધર્માધિકારી બેઠા જ છે,
બની ફાનસ.
અને લાગે જ નહીં,
લોકજવાળા ધર્મ-ધજાના રહેતા,
બાકી બધું રાજસત્તા સંભાળે,
આ લોકસત્તા ના રહેતા.
- સુરૂભા જાડેજા (નિવૃત્ત)
ટેગ: #ધર્મસત્તા #રાજસત્તા #લોકસત્તા
---