ટુકી અને નાની કવિતાના સ્વરુપમા હાઇકુ આવે . જેમા ત્રણ ટુકી લાઈન મા સચોટ વાત વ્યક્ત થાય . સાહિત્ય રસિકો સમયના અભાવે હાઇકુ માણી શકે . તેવા સાહિત્ય મા અને ભાષા મા આ સ્વરુપને ઘણુ મહત્વનુ સ્થાન છે .
સાદી સરળ વાત ને હાઈકુમા વ્યક્ત કરી ને હાઈકુ આપની સમક્ષ રસાસ્વાદ સાથે જોઈએ થોડા હાઈકુ . મૂળ જાપાની પ્રકાર ૫+૭+૫ અક્ષર
જીવનને કરુણ તાથી વહેવા દેવુ કે નહી તે કદાસ સમય જ જાણે .
કરુણ કથા
કળ વળે કે નહી
સમય જાણે.
મન મક્કમ હોય તો કશુ અશક્ય નથી મરજીવાજ મોતિ માણે .
લેવા છે ગોતિ
શિપુ સમુદ્ર માય
મન ના મોતિ
સ્થિતિ ગમે તેવી હોય પણ કાર્ય અને કર્મ કરતા જ રહેવુ જોઈએ
જીવન ભાર
કઈ કરવુ કાજ
જીરવતા ઝેર.
સર્જનતા અને મજા નિરવતા મળે મહોરે . પછી એકલતા હોય તો પણ સજીવ ચૈતન્ય સંસરતુ રહે .
સુકા રણમા
બાવળ મહોરેલો
ઘૂ નાદે હોલુ.
સંસાર સાગરમા કેટલાય ઘુઘવતા વલોવાતા વલયો વમળો મા ફસાય તો પણ તેમા જ સમાય છે .
નદિ વહેણી
સાગર ઘુઘવાટ
તોય સમાણી .
મિત્રો વાચી આપનો પ્રતિભાવ જરુર થી જણાવશો .
મનજીભાઈ કાળુ ભાઈ મનરવ