Gujarati Quote in Poem by I AM ER U.D.SUTHAR

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અડીખમ સફર: હું થાક્યો નથી, હું ઘડાઈ રહ્યો છું...
​રોજબરોજની આ સફરમાં હું થાક્યો નથી ને થાકવાનો પણ નથી,
આ સફરમાં થતા દાવપેચથી તો હું રોજ નવો ઘડાઈ રહ્યો છું.
સમય આવતાં હું રોકાઈ જઈશ એવો વહેમ કોઈ ન રાખતા,
મારી ગતિ એની ગતિ મુજબ અચલ અને નિશ્ચિત રહેશે.
​મારી આ સફરનો રસ્તો ભલે ગમે તેટલો કઠિન હોય,
હું દરેક વળાંક પર મક્કમ થઈ તૈયાર જ ઊભો હોઉં છું.
જિંદગી સામે ચાલીને દરરોજ લડવા એક નવો પડકાર આપે છે,
જેમાં ના છૂટકે પણ મારે હસતા મુખે ઉતરવું જ પડે છે.
​ક્યારેક આર્થિક ખેંચતાણ, ક્યારેક વિકટ સંજોગો,
તો ક્યારેક મનમાં ઉદ્ભવતા અવિરત વિચારોનો સંઘર્ષ હોય છે.
પણ આવી કોઈ મુશ્કેલી મારા હોસલાથી ક્યારેય મોટી બની નથી,
જીવનની આ સફરમાં મારી આવડત અને વિશ્વાસથી હું લડી રહ્યો છું.
​લોકો કહે છે— "બધું સરખું થઈ જશે",
પણ એ સરખું કરવામાં કેટલું પીસાવું પડે એ લોકો ક્યાંથી જાણવાના?
પણ હવે હું શીખી ગયો છું કે દરેક પળમાં જીવવું કઈ રીતે છે;
પરિસ્થિતિ ભલે ગમે તેવી વિરોધી હોય,
હોઠ પર એક હળવું સ્મિત રાખું છું જેથી સ્વજનો ખોટી ચિંતા ન કરે.
​રહું છું મૌન હું, કેમ કે એ મારી નબળાઈ નથી,
અંધારામાં કરેલા કર્મ અને લીધેલા નિર્ણયો જ,
મારી આવનારી મોટી જીતનો પાકો ઈરાદો છે.
​અજીબ છે ને...
જે ઉંમરે નિરાંતે બેસવાનું હોવું જોઈએ,
એ જ ઉંમરે જિંદગી મને સંઘર્ષના નવા પાઠ ભણાવી રહી છે;
દુનિયાના તમામ પડકારો સામે લડવાની પૂરેપૂરી તાલીમ આપી રહી છે.
​ક્યારેક મન થાય કે બધું અહીં જ છોડી દઉં,
ત્યાં જ મા-બાપ અને ગુરુએ શીખવેલા સંસ્કારો યાદ આવી જાય છે.
પોતાની જાતને પૂરી તાકાતથી ઝઝૂમવા ફરી તૈયાર કરી લઉં છું,
અને એ અતૂટ વિશ્વાસની એક જ ઝલકથી હું પાછો ઊભો થઈ જાઉં છું.
​અને સાચું કહું દોસ્ત...
હું જિંદગીથી હાર્યો નથી અને ક્યારેય હારીશ પણ નહીં,
દરરોજ ખુદને સાચવીને આગળ વધતાં,
બસ ક્યારેક જરાક શ્વાસ લેવા ઊભો રહું છું;
આ મુશ્કેલીઓનો સૂરજ તો આથમી જ જશે,
હું નવી સવાર બનીને અડીખમ ઊગી રહ્યો છું!
​– ઉમાકાંત 'ઉન્મેષ'

Gujarati Poem by I AM ER U.D.SUTHAR : 112034122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now