અહીં પ્રેમમાં ડુબી કિનારે નિકળનારા કેટલાય શાયર થાય છે.
અહીં તલવારના ઘા થી પણ ઘાયલ ન થનારા કાયર થાય છે.
શોધ બધાને હોય છે ખૂણે ખાંચરે ક્યાંકથી મળી જો જાય તો
અહીં પ્રેમનો ધંધો કરનાર પણ ક્યારેક ક્યારેક છેતરાય જાય છે
જે ને ખોઈને દારુડીયા બની પાગલની જેમ ગામમાં રખડી ખાય છે.
અહીં ઘણાં ખરા મધરાતે સપનામાં જોઇને પણ હરખાઈ જાય છે.
શરુઆત કરનાર થોડા સમય પછી જો બેવફાઇનો શિકાર થાય
તેમના સંતાનોને પહેલેથી જ તકેદારીના પાઠ ભણાવાય જાય છે.
રણ મેદાને એ બન્ને વિજેતા થાય જેના લક્ષણો સરખા ભેગા થાય
બાકી અડધેથી પાછા વળનારા કેટલાય ઘરે પહોંચવા ગોતા ખાય છે.
જો મળ્યું તો નસિબદાર નહીં મળે તો નવા અનુભવનો ઉમેરો થાય
'માહિ' આવો વિચાર કરીને પડનારા કેટલાય ડૂબીને મરી જાય છે.