પપ્પા નો નિબંધ ;
____________
મમ્મીની ડાયરી ના પાને થી ,લખ્યું છે બધું પપ્પાના નિબંધમા,
મમ્મી પપ્પાના જીવનની સુવાસ, લખી છે ડાયરી ના પાનાંમાં,
વહેલી વહેલી તૈયાર થઈ ને આવતી, હું ઉમંગ ઉલ્લાસ માં,
પપ્પા દોડતાઆવતા ફેક્ટરીના કામથી, ખુલ્લા બટન શર્ટ માં,
પસીના ની સુગંધ માં પપ્પા આવતાં, હું સેન્ટ ની ખુશ્બુ માં,
મમ્મી ની ડાયરી ના પાને થી, લખ્યું છે બધું મેં નિબંધ માં ,
પપ્પા ને હસવાને પણ પૈસા લાગે,સેલ્ફી મમ્મીની મુસ્કાન માં
પપ્પાની હાજરીથી આલ્બમ બગડ્યું, ફોટા પડ્યા છે ફાઇલમાં,હસતા રમતાં પૂરો સમય ગયો છે ગેલ માં,
મમ્મી ની ડાયરી ના પાને થી,લખ્યું છે બધું મેં નિબંધ માં,
મૌન માં જ હૃદય એક બીજા નું વાંચવુ એજ અમારી સમજ માં
ઉંચો હોર્ન કદી ન વાગતો, આમ જીવન ગાડી ચાલતી શાન માં,
શેરડી ના રસ ની પાર્ટી ચાલતી, જીંદગી દોડતી રૂઆબ માં,
મમ્મી ની ડાયરી ના પાને થી, લખ્યું છે બધું પપ્પાના નિબંધમાં,
૧૫૦૦રૂપિયા માં જીવન ચાલતું, વ્યવહાર મમ્મી નાભાગ માં,
પપ્પા સવારથી સાંજ ફેક્ટરીમાં કાઢે, બાકી પાર્ટ ટાઇમ માં,
બોનસમાં માંદગી નો ખાડો પૂરાતો,બાકી બચે એ નવા કપડાં માં,
મમ્મી ની ડાયરી ના પાને થી , લખ્યું છે પપ્પા ના નિબંધ માં,
એક વાર ગઇ છું મુવી માં , બે ચાર વર્ષે ફરતા મેળામાં,
પપ્પા નો બોજ ઉંચકવા ની મુજ માં શક્તિ નથી,
આમ જ જીવન સરળ બનાવ્યું એક બીજાની સમજદારી માં
મમ્મી ની ડાયરી ના પાને થી મેં લખ્યું છે પપ્પા ના નિબંધમાં.
જયવંતભાઇ બેડીયા / કવિરાજ