રક્ષાબંધન;
________
સાગર ના ગર્ભ થી મોતી લાવી,હૈયાના સ્નેહથી બાંધ્યા છે
સૂરજના કિરણો થી ,ચાંદની ચમકાવી રાખડી ને મઢાવી છે.
આસમાન ના મેઘધનુષ અને બાગો ના ફુલો થી રંગાવી છે
બહેની એ હૃદયના ભાવ થી, સ્નેહ - પ્રેમથી મહેકાવી છે
' ભઇલા' ,જુગ જુગ જીવો, યુગ યુગ જીવો, સાથે
પ્રેમ સાગર જેવા , મધ મીઠા ' ભાભી ' સંગાથી છે.
રામ બની ઘરમાં પધારો, પ્રેમ ભર્યો થાળ પીરસવાના છે,
બહાર કૃષ્ણ બની જગત જીતવા,બહેની ના આશિષ છે.
જયવંતભાઇ બગડીયા / કવિરાજ