શિર્ષક: હસવું એક દવા છે
દવાખાને લાઇન લાંબી હોય છે,
ડોક્ટરની ફી પણ આંખ ફાડે છે.
પણ એક ઠહાકો મફત મળે છે,
અને અડધી બીમારી ભગાડે છે.
સર્ટીફીકેટમાં ઉંમર ગમે તેટલી હોય,
હાસ્યમાં તોબધા 16ના જ હોય છે.
ટેન્શન ના ઇન્જેક્શન આવતા નથી,
એક જોકથી અનેક ઘા રૂઝાય છે.
શેર બજાર લાલ ખુલે કે લીલું,
ચહેરો લીલો રાખો બસ એટલું.
કારણ કે હસવું એક દવા છે,
અને ડોઝની કોઈ મનાઈ નથી.
હસવાની કોઈ ફી આપવી નહીં.
હસવું શાણા માટે ફ્રી છે.
સમજ ઇલમ નહીંતો હસવા માટે
નોન-આલ્કોહોલ ચીલમ છે.
💐--------જય હાસ્ય--------💐
------- Surubha Jadeja----
ટેગ:
`#હસવુંએકદવા ` `#ફ્રીડોઝ ` `#16નોજુસ્સો ` `#નોનઆલ્કોહોલચીલમ ` `#પ્રેરણા ` `#માતૃભારતી ` `#કવિતા `
---