શિર્ષક:
નારી તો નારાયણી જ હોય છે
કાળી કંચન કામણગારી હોય છે,
સાવ સત સફેદ શ્રી દેવી હોય છે.
દુનિયા માં સ્ત્રી સવાલી હોય છે,
ઇતિહાસ તપાસો, યુદ્ધ કરાવનારી.
આ અબળા નારી જ કર્તા હોય છે,
દરેકને સફળ કરનારી જ હોય છે.
ઘર સંસારથી લઈ સિંહાસન સુધી,
તેના વગર કશું પૂર્ણ નહી હોય છે.
આંસુમાં દરિયા ને હાસ્યમાં બગીચા,
બંને ને સાચવનારી શક્તિ જ હોય છે.
ન સમજાણી કોઈને સત સવાલી,
આ નારી તો નારાયણી જ હોય છે.
💐--------જય નારાયણી--------💐
- Surubha Jadeja
ટેગ:
`#નારીશક્તિ ` `#નારાયણી ` `#સ્ત્રી ` `#પ્રેરણા ` `#માતૃભારતી ` `#કવિતા ` `#કાળીકંચન `
---