ટેગ:સિનિયર સિટીઝન # કટાક્ષ#પ્રેરણા# #માતૃભારતિ #કવિતા
શિર્ષક:
ઉંમર માત્ર આંકડો છે
સર્ટિફિકેટ કહે "સિનિયર સિટીઝન",
દિલ કહે "હજુ તો સ્ટુડન્ટ ઓફ લાઈફ છું".
ડોક્ટર કહે "બ્લડપ્રેશરનું ધ્યાન રાખો",
હું કહું "બ્લડમાં હજુ જુસ્સો જ બાકી છે".
દીકરા કહે "પ્પા આરામ કરો",
હું કહું "રિટાયરમેન્ટ નથી લીધી, રિ-ટાયર કર્યું છે".
સોસાયટીવાળા કહે "મોર્નિંગ વોકે જાઓ",
હું કહું "વોક નહીં, મેરેથોન દોડવાનું બાકી છે".
ઉંમર આંકડામાં વધે છે,
અનુભવ અને મસ્તીમાં નહીં.
લોકો ગણે કેટલા વર્ષ થયા,
હું ગણું કેટલા સપના બાકી છે.
બજારમાં લોકો પૂછે "ચશ્મા લેવાના છે?"
હું કહું "ના ભાઈ, કસરતના બુટ લેવાના છે"
આ અભિમાન નથી પણ હિંમત છે
અધીક ચાલવું થાક નથી સુરક્ષા છે
અધીક નહીં પણ અપાર બનો
પૌરાણિક બનો પણ પળતર નહીં
"સિનિયર સિટીઝન"💐