ભાગ ૨
સૈનિક ઘરે નથી તો દેશ સુરક્ષિત છે
આ દિવાળી પણ ચોકી પર જ વિતશે,
મીઠાઈની જગ્યાએ ગોળીનો અવાજ સંભળાશે.
ઘરે દીવા નહીં પણ બંદૂક સાફ થશે,
પણ દેશમાં 100 કરોડ દીવા પ્રગટશે.
બાળકો પૂછે "પ્પા ક્યારે આવશે?"
જવાબમાં માત્ર રેડિયો પર
"ઓલ ઇઝ વેલ" આવશે.
ઘરની દીવાલે ફોટો અને સામે તિરંગો,
દરેક તહેવાર આ જ રીતે મનાવવાનો.
મિત્રો ફટાકડા ફોડે, અમે
બોર્ડર પર નજર રાખીએ,
એક પણ ફૂલઝર ખોટી દિશામાં
ન જાય એનું ધ્યાન રાખીએ.
ઘરે પત્ની કહે "ખાલી ખુરશી છે",
અહીં કહીએ "ખાલી જગ્યા નથી,
દેશ ભરેલો છે".
તહેવારની રજા અમને
નથી મળતી,
કારણ કે દેશની રજા
અમારા લીધે જ છે.
દિવાળી પછી પગાર આવશે,
પણ સૌથી મોટો બોનસ તો એ છે કે
સવારે ઘરેથી "અમે સુરક્ષિત
છીએ" નો મેસેજ આવશે.
___
__🌷_જય હિન્દ__🌷____