Gujarati Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

___
માણસ થવાની મંજુરી

માન્યું કે મંજુર નથી બધા જ કામ સારા જ થવા !
અસલ માં માણસને મંજુર નથી સારો માણસ થવા

ભૂલ થાય તો કહીએ "હાલાત ખરાબ હતા",
પણ સુધરવાનો મોકો આવે ત્યારે આંખ ફેરવી લઈએ.

ઉપદેશ આપવામાં તો બધા પીએચ.ડી,
પણ પોતે અમલ કરવાની વાત આવે એટલે સ્ટુડન્ટ બની જઈએ.

સોશિયલ મીડિયામાં સારાપણાના ભાષણો 1000,
વાસ્તવમાં એક ગરીબને પાણી પાવાની ફુરસદ નહીં.

આંગળી બીજા પર ઉઠાવવામાં એક્સપર્ટ,
પોતાના ઘરની બારી સાફ કરવાનો ટાઈમ નહીં.

માન્યું કે દુનિયા સ્વાર્થી છે,
પણ પહેલા આપણે તો બિનસ્વાર્થી થઈને બતાવીએ.

આયનો બધાની ભૂલ બતાવે છે,
પણ આપણી ભૂલ આવે એટલે આયનો જ તોડી નાખીએ.

દીવાલ પર "સ્વચ્છતા અભિયાન" ના પોસ્ટર,
પણ થૂંકવાનું ગટરની જગ્યાએ રોડ પર.

સારો માણસ થવા માટે ડિગ્રી નથી જોઈતી દોસ્ત,
બસ "હું" ને બાજુએ મૂકીને "આપણે" જોવાની આંખ જોઈએ.

રાતે સૂતા પહેલા 5 મિનિટ પોતાને સવાલ પૂછો,
"આજે હું કેટલો સારો માણસ બન્યો?"
જવાબ મળી જશે... કે મંજુરી ક્યાં અટકી છે.

Gujarati Poem by Surubha Jadeja : 112033507
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now