કાલની વાત આજે કરીએ પણ આજનું શું?
ભૂત કે ભાવિને ઉચ્ચરીએ પણ આજનું શું?
ભવ્ય કે ભીષણ હતો ભૂતકાળ ભૂલવો ઘટે,
શીદને એવા વિચારે રહીએ પણ આજનું શું?
અન્જાન છે ભાવિ નથી ખબર કે શું ઘટવાનું?
મનની ભ્રમણામાં સહીએ પણ આજનું શું ?
વિચારીએ વર્તમાનને એને સજાવી લઈએને,
ભાવિ ઉજ્જવળ ભાખીએ પણ આજનું શું?
આજ એ આવતીકાલનો પાયો અતીત ભૂલી,
અફસોસ કે કલ્પનામાં રાચીએ પણ આજનું શું?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.