Gujarati Quote in Motivational by Surubha Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિવૃત્તિ એક જામ

હું એક નિવૃત જીવન પ્રસાર કરી રહ્યો છું અને નિવૃત્તી સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો છું કહું તો ચાલે કારણ હું હજુએ નિવૃતી ને યોગ્ય સમજી શક્યો નથી કારણ નિવૃત્તી સ્વીકારી શકાતી નથી

કારણકે એ પહેલાં પાંત્રીસ ચાલીસથી વધુ સમય સુધી આપડે કોઇ પણ પ્રયોજન કરતા હોઈએ છીએ અને બદલા માં ધન ઉપાર્જન થતું હોય છે જેનાથી સુખ સગવડ ખરીદતા હોઇએ છીએ

પણ આ નિવૃતી પછી આપડે ઘણી જગાએ એકલા અને અશક્ત બનીને રહી જઇએ છીએ નથી શરીર સાચવી શકતા કે નથી કોઇ ઉપાર્જન કરી શકતા અને કમાયેલા ધન ને ઓછું કરીએ છીએ

જોકે આજકાલ ઇનવેસ્ટ ઉત્તમ રસ્તો છે પણ એ તમારા ઉપાર્જન ને તમે સ્વિકારી શકતા નથી બસ આવુજ બીજા અનેક સ્થળે તમે અનુભવશો સંબંધ મા કોઇને મદદ કરવામાં કે કોઇ કટોકટી નો સામનો કરવામાં તમને યોગ્ય સંદેહ જ નહીં પણ ખુદને અકળાવનારી અયોગ્યતા નો અહેસાસ કોઇના કીધા પહેલા તમને ખુદને પ્રથમ થસે

એટલે જ કહું છું કે નિવૃત્તિ સ્વિકારવામા સમય લાગે નિવૃતો એ કોઇ જગાએ આગળ ચાલી કામ કરવા કોશિશ ના કરવી તમારી અંદર હજી અસ્વિકારેલી નિવૃતી પડી હોય ત્યારે તો નહીં જ

કારણ કોઇ પણ સફળતા મેળવવા જોષની સાથે સારો હોસ હોવો જરુરી છે જ તમે નિવૃત્તિ સ્વિકાર માં તમે સફળ નહીં બનો ત્યાં સુધી કોઇ હોસ પ્રસ્થાપિત કરી શકસો નહીં

કોઇપણ સફળતા મેળવવા તમારી ક્ષમતા નો વિશ્વાસ હોવો જરુરી છે તો જ તમે કોઇપણ કામને અંજામ આપી શકસો જો તમે તમારી ક્ષમતા જાણતા હસો તો જ તમારી ક્ષમતા બહાર ના કામ માટે કોઇની મદદ માંગી શકસો કારણ તમારી ક્ષમતા મુજબનું દરેક કાર્ય જાતે કરવાની ટેવ હોય છે

જેથી નિવૃતી ન સ્વિકારી હોય ત્યારે તમને તમારી ક્ષમતા નું પણ વધારે પડતું જ્ઞાન હોય છે અને એ જ નિષ્ફળતા અપાવે છે અને અચાનક આવેલી નિવૃતિ એટલે જ શાંતિથી સ્વિકારવા સમય લાગે છે

આ નિવૃતિ એક જામ છે જે હળવે હળવે નસાની જેમ ચડે છે નિવૃતી કોઇ શાપ નહીં પણ સલ્તનત છે પણ એ પુરી સ્વિકાર કર્યો પછી કારણ આ સ્વિકાર પછી તમને સમજ આવે કે મારે હવે કશુજ કરવાનું નથી ફક્ત જીવવાનું જ છે અને કોઇ જગાએ વાંચેલું

એક નાના પહેલા ધોરણમાં ભણતા બાળકને શિક્ષક પુછ્યું તારે મોટો થયને શું બનવું છે ડોક્ટર કે એન્જિનિયર તો બાળક બોલેલો કે મારે મોટા થયને દાદાજી બનવુ છે તો કહે કેમ દાદાજી બનવુ છે ? તો કહે દાદાજી બનીએ એટલે કોઇ કાંઇ કહી શકે નહીં અને દાદાજી એ કાંઇ કરવાનું નહીં રાતે જ્યાં સુધી ટીવી જોવું હોય ત્યાં સુધી જોવાનું સવારે મોડું જ્યારે ઉઠવુ હોય ત્યારે ઉઠવા નું ચા નાસ્તામા જે ખાવું હોય એ મલે પછી ફરવા જાવાનુ બપોરે જમીને સુઈ જવાનુ ફરી સાંજે બાગમાં જવાનું કોઇ કામ નહીં કરવાનુ બસ એટલે
દાદાજી બનવુ છે

આમ આવી જીંદગી જીવવા નિવૃત ને પહેલા કટીબંધ બનવું પડે અને કટીબંધતા મેળવવા પહેલા નિવૃત્તિ ને સ્વિકારવી પડે !!

સુરુભા જાડેજા
મોરબી
જી એસ આર ટી સી
નિવૃત્ત

Gujarati Motivational by Surubha Jadeja : 112032297
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now