### **શીર્ષક: સવારી (લિફ્ટ)**
ક્ષણભરનો એ સંબંધ એટલે સવારી,
જાણતા-અજાણતા લોકોનો એ ટૂંકો સંબંધ એટલે સવારી.
કોઈ વખત ન જોયેલા, ન દેખાયેલા લોકો ને,
પહેલી નજરે જોતાં જ બંધાતો સંબંધ એટલે સવારી!
ન બધાને અપાતી સવારી,
કોઈને પહેલી નજરે જ આપવી,
અને કોઈને ન અપાય એવી પણ સવારી.
કોઈ વખત ડર સાથે, તો કોઈ વખત વિશ્વાસ સાથે અપાતી સવારી,
કોઈ વખત આપણને અગાઉ મળેલી સવારી યાદ કરીને,
બીજાને અપાતી સવારી!
કોણ ચોર ને કોણ સાધુ? કોણ બાળક ને કોણ વૃદ્ધ?
બધાને અપાતી આ અજીબ સવારી.
કોઈ વખત ન ભૂલાતી, એ યાદગાર સંબંધ તો કોઈ માટે દર્દનાક ક્ષણ,
તો પણ દરવખત એક નવી ઉમ્મીદ સાથે અપાતી આ સવારી!
બ્રેક મારતી વખતે એમનો પેલું અજાણતાં થઈ જતો **સ્પર્શ**,
કોઈને ન ગમતો, તો કોઈના માટે ગમતો એ સ્પર્શ...
બસ, આ ક્ષણભરનો યાદગાર સંબંધ એટલે... **સવારી!**