Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે નક્ષત્ર ભારતમાંથી દેખાતું જ નથી, તેના વિશે આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલાં કેવી રીતે જાણતા હતા? 🌌✨
​ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના રાષ્ટ્રધ્વજ પર ચમકતું 'Southern Cross' (સ્વસ્તિક નક્ષત્ર) અને ભારતીય પુરાણોના રાજા 'ત્રિશંકુ' વચ્ચે શું કનેક્શન છે? 🇦🇺🇳🇿
​પૃથ્વીના ભમરડા જેવા હિલોળા (Axial Precession) પાછળનું અદભુત વિજ્ઞાન અને સ્વર્ગ-મૃત્યુલોક વચ્ચે લટકતા ત્રિશંકુ તારાની રોચક વાર્તા! 🌍💫

પૃથ્વીની ભૌગોલિક ધરીની બિલકુલ સીધમાં આવતો ધ્રુવના તારા જેવો તારો
દક્ષિણ ગોળાર્ધમાં નથી, છતાં ત્યાંના સ્વસ્તિક|Southern
Cross નક્ષત્રના ત્રિશંકુ/Acrux નામના તારાને દિશાસૂચન
માટે વાપરી શકાય છે. પશ્ચિમી ખગોળનિષ્ણાતોએ નક્કી કરેલાં ૮૮ નક્ષત્રોમાં સૌથી
નાનું સ્વસ્તિક છે, કેમ
કે તેમાં નરી આંખે
દેખાતા વધુ પ્રકાશિત
તારા ફક્ત ચાર છે.
ક્રોસની પરિકલ્પિત
સંજ્ઞા તેમના વડે નરાશ્વ
સ્વસ્તિક ત્રિશંકુ
રચાય છે. આ પૈકી
ધ્રુવ તારાની ગરજ
સારી શકતો તારો
ત્રિશંકુ પૃથ્વીની ભૌગોલિક ધરીના સંદર્ભમાં ૨૭⁰ જેટલો
‘હટકર’ છે, એટલે દક્ષિણની સચોટ દિશા નક્કી કરતી વખતે
તે આંકડો ગણતરીમાં લેવો જોઇએ.
સ્વસ્તિક નક્ષત્ર ભારતમાં રહેનાર
વ્યક્તિને દેખાય નહિ, છતાં પ્રાચીન ભારતના ખગોળવિદોએ
તેના મુખ્ય તારાને ત્રિશંકુ તરીકે કેવી રીતે ઓળખાવ્યો ?
સિમ્પલ જવાબ એ જ કે પૃથ્વી તેની ધરી પર ફરતી વખતે
ભમરડાની માફક ત્રાંસી બની હિલોળા પણ લેતી હોવાને
કારણે હજારો વર્ષ પહેલાં સ્વસ્તિક નક્ષત્ર ભારતમાંથી દેખી
શકાતું હતું. આપણા ખગોળવિદોએ તેના મુખ્ય તારાનું નામ
ત્રિશંકુ પણ યોગ્ય રીતે જ પસંદ
કર્યું. પુરાણકથા મુજબ સૂર્યવંશી
રાજા અરુણના પૌત્ર ત્રિશંકુને
વિશ્વામિત્રએ પોતાના તપના બળે
સદેહે સ્વર્ગમાં મોકલ્યો ત્યારે
ઇન્દ્રએ તેને પાછો મૃત્યુલોક તરફ
ધકેલ્યો. ત્રિશંકુ ઊંધે મસ્તકે નીચે
પડવા લાગ્યો. વિશ્વામિત્રએ તેને
આકાશમાં રોકી લીધો. ઇન્દ્રએ તેને
સ્વીકાર્યો નહોતો અને
વિશ્વામિત્રએ તેને સ્વર્ગમાં
મોકલવાની પ્રતિજ્ઞા લીધેલી, માટે
બેઉની જીદને કારણે ત્રિશંકુ
સ્વર્ગલોક અને મૃત્યુલોક વચ્ચે
હંમેશ માટે સ્થિર લટકી રહ્યો.
સ્વસ્તિક નક્ષત્રનો ત્રિશંકુ તારો
પણ બહુ ચલાયમાન નથી, છતાં
ઉત્તર ધ્રુવના ધ્રુવ તારાની હરોળમાં તેને
મૂકી શકાય નહિ. આમેય ભક્ત
ધ્રુવનું પ્રતિનિધિત્વ કરતો ધ્રુવ તારો
એટલે કે નોર્થ સ્ટાર અચળતા-
અડગતાનો સિમ્બોલ છે, જ્યારે
ત્રિશંકુ ઘરની અને ઘાટની અધવચ્ચે
ખોડાયેલો શાપિત તારો છે. આપણી પૌરાણિક વાર્તા સાથે
દક્ષિણ ગોળાર્ધના દેશોને જો કે કશી નિસ્બત નથી, બલકે
Southern Cross/સ્વસ્તિક નક્ષત્ર ક્રોસ જેવી રચનાને લીધે તેમજ અવકાશી દીવાદાંડી તરીકે કામ આપતું હોવાને લીધે ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ, પાપુઆ ન્યૂ ગીની, બ્રાઝિલ અને સામોઆ એ પાંચ દેશોના રાષ્ટ્રધ્વજમાં તે સ્વસ્તિક નક્ષત્ર સ્થાન પામ્યું છે.

Gujarati Blog by Gautam Patel : 112031075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now