પૂરી રીતે એને મારું થવું પણ નથી
અને મને કોઈની થવા દેવી પણ નથી…
મારા જીવન માં એવું સ્થાન બનાવી ને ગયો કે…
એના થી નીચું વર્તન હવે મને ફાવશે પણ નહીં .. અને ચાલશે પણ નહીં..
પુરી રીતે ના હું એની થઈ શકું છું
ના તો પૂરી રીતે એ મારો થઈ શકે છે
લાગે છે આ જન્મ નો સાર એટલો કે એ ના મનમાં
મારું આગવું સ્થાન.
આ પ્રેમ ની પરાકાષ્ઠા નથી
આ બે આત્મ નો એકબીજા માટે આદર છે
સમય સને સંજોગ સાથે ના સમજોતા છે કે…
પોતાની લાગણી સામે પોતાનાઓ ની ખુશી જીતી જાય છે