કરે ભગવાનને ક્વચિત્ મનની મુરાદ એ કળે.
સાતે જન્મમાં મને મારું બસ એ વતન મળે.
અદ્દભૂત છે આ નગર પોરબંદર જે ગમતીલું,
જઈ ચોપાટીને ટહેલતાં મનના વિષાદો ટળે.
સાગર પણ મનુજ સંગ સથવારો પૂરતો કેવો!
મનના તરંગોની જેમ એનાં તરંગો કેવાં ભળે.
ધન્ય ધરા સુદામાપુરીની જ્યાં કૃષ્ણસખા રહ્યા,
વંદન શતકોટિ બાપુને અંગ્રેજ આખરે ખળભળે.
પૂરાં પુણ્યોનો પ્રતાપ કે પોરબંદર રહેવાનું મળે,
લાગે છે કે જન્મોજન્મનાં સુકૃતો આજે જ ફળે.
-ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.